Blog Detail Page
Admin
Events
સુરત અડાજણ સ્થિત શ્રી સ્વામિનારાયણ એચ.વી વિદ્યાલય જેની સ્થાપના ઇ. સ. 1999 માં કરવામાં આવી હતી. શાળા 24 વર્ષ પૂર્ણ કરીને 25 માં વર્ષનો શુભારંભ કારી રહી છે ત્યારે શાળા દ્વારા આ વર્ષે "સિલ્વર જ્યુબિલી " નિમિત્તે વાર્ષિકોત્સવ 'spandan beats -2024' નો ભવ્ય આયોજન 'ઇન્ડોર સ્ટેડીયમ' ખાતે કરવામાં આવ્યું હતું. શાળા એક નાનકડા બીજમાંથી વટવૃક્ષ થઈ સમાજ માટે જ્ઞાન, શિક્ષણ અને સંસ્કારનો ત્રિવેણી સંગમ સમાન બની રહી છે. આ કાર્યક્રમમાં શાળાના સંસ્થાપક શ્રી હરિવલ્લભદાસજી સ્વામીજી, કોઠારી સ્વામી શ્રી જયેન્દ્ર સ્વરૂપ, શ્રી ગોવિંદભાઈ ધોળકિયા શ્રી અરજણભાઈ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભગીરથસિંહ પરમારે હાજરી આપી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. સંસ્થાપક શ્રી હરિવલ્લભદાસજી સ્વામીજીએ તથા શ્રી ગોવિંદભાઇ ધોળકિયાએ શાળા પરિવાર ઉત્તરો ઉત્તર પ્રગતિ કરતી રહે એવા આશીર્વાદ પાઠવ્યા હતા. શાળાના સંચાલક શ્રી દિનેશભાઈ ગોંડલીયા, હિંમતભાઈ ગોંડલીયા તેમજ ઉપસ્થિત તમામ અતિથિઓએ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદનાથી કરાવી હતી. ત્યારબાદ બાળકોએ તિરંગા ડાન્સ, યોગા પિરામિડ તેમજ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. એમાં જય શ્રી રામની કૃતિ પ્રેક્ષકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. જેમાં આવનાર 22 જાન્યુઆરીના રોજ પ્રભુ શ્રી રામ અયોઘ્યામાં બિરાજમાન થશે એ અનુલક્ષીને તૈયાર કરવામાં આવી હતી અને સ્વામીજીએ ખાશ બધા વાલીઓ ને સપથ લેવડાવ્યા કે 22 જાન્યુઆરીના રોજ બધા પોતાન ઘર ને દીવાળીની જેમ સજાવી ને ઉત્સાહ સાથે સંસ્કૃતિનો વારસો જાળવશો, અને બધા પોતાન પરિવાર ને અને બાળકોને રોજ સમય આપજો એવી ભલામણ કારી હતી. ઉપસ્થિત તમામ મહેમાનોએ તેમજ વાલીઓએ આ કાર્યક્રમની ખૂબ જ પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમમાં અસરે 1400 બાળકોએ ભાગ લીધો હતો અને 7000 વાલીઓ હજાર રહીયા હતા. ઇન્ડો સ્ટેડિયમ ખાતે જનમેદની નિહાળી શાળા પરિવારમાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વાલી મિત્રો તેમજ શાળા પરિવારના તમામ સભ્યો કાર્યક્રમને અંતે સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા. અંતે શાળાના સંચાલક શ્રી દિનેશભાઈ ગોંડલીયા એ આ કાર્યક્રમમાં સહભાગી થનાર દરેકનો અંતરથી આભાર માન્યો હતો.
સુરત અડાજણ સ્થિત શ્રી સ્વામિનારાયણ એચ.વી વિદ્યાલય જેની સ્થાપના ઇ. સ. 1999 માં કરવામાં આવી હતી. શાળા 24 વર્ષ પૂર્ણ કરીને 25 માં વર્ષનો શુભારંભ કારી રહી છે ત્યારે શાળા દ્વારા આ વર્ષે "સિલ્વર જ્યુબિલી " નિમિત્તે વાર્ષિકોત્સવ 'spandan beats -2024' નો ભવ્ય આયોજન 'ઇન્ડોર સ્ટેડીયમ' ખાતે કરવામાં આવ્યું હતું.